- EDએ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું
- 200 કરોડની વસૂલાતના કેસમાં ED નોરાની પૂછપરછ
- આ અગાઉ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ કરાઈ હતી પૂછપરછ
હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રખ્યાત ડાન્સર અને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi arrives ED office)ને સમન્સ પાઠવ્યું છે. 200 કરોડની વસૂલાતના કેસમાં ED નોરાની પૂછપરછ કરશે. નોરા ફતેહી દિલ્હીમાં ઇડી ઓફિસ પહોંચી છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
200 કરોડ રૂપિયાનો વસૂલી કેસ
અગાઉ આ જ કેસમાં ED એ દિલ્હીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. હવે ED એ દિલ્હીની તિહાડ જેલની અંદર 200 કરોડ રૂપિયાના આ વસૂલી કેસનો વ્યાપ વધાર્યો છે અને અભિનેત્રી નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવી છે.