ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મિસ્ટર ઈન્ડિયા'ની રિમેક પર શેખર કપૂર અને સોનમ કપૂર નારાજ - Shekhar Kapur

નિર્દેશક શેખર કપૂર 'મિસ્ટર ઈન્ડિયા'ની રિમેક બનાવવાની જાહેરાતથી ખુશ નથી. તેમના પરામર્શ વદર ફિલ્મ બનાવવની ઘોષણાને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

sonam kapoor
sonam kapoor

By

Published : Feb 23, 2020, 10:35 AM IST

મુંબઈઃ નિર્દેશક અલી અબ્બાસ જફર દ્વારા 'મિસ્ટર ઈન્ડિયા' રિમેક બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. જે જાહેરાતથી શેખર કપૂર ખુશ નથી. શેખર કપૂરે સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

નિર્દેશક અલી અબ્બાસ જફરની 'મિસ્ટર ઈન્ડિયા' રિમેક બનાવવાની જાહેરાત પર શેખર કપૂરે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મની ઘોષણા કરતાં પહેલા કોઈએ મને પૂછ્યું પણ નહીં. જે ખોટી વાત છે. શેખર કપૂરે 1987માં મિસ્ટર ઈન્ડિયામાં અનિલ કપૂરને મુખ્ય કિરદારના રુપમાં ચિત્રિત કર્યા હતાં.

શેખર કપૂરે પોતાના રચનાત્મક અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'અમે પહેલા દિવસથી જ લેખકો સાથે બેસીએ છીએ પણ અમે લેખક નથી, અભિનેતાઓને પ્રદર્શનમાં મદદ કરીએ છીએ, પણ અમે અભિનેતા નથી. ફિલ્મનું દ્રશ્ય ભાષાનો વિકાસ અને નિર્માણ કરે છે. નિર્દેશક ફિલ્મના તમામ દ્રષ્ટિકોણનું નેતૃત્ત્વ કરે છે અને પ્રેરણા આપે છે.'

બીજી બાજુ સોનમ કપૂરે પણ પોતાના પિતા અનિલ કપૂર અને નિર્દેશક શેખર કપૂરના પરામર્શ વિના 'મિસ્ટર ઈન્ડિયા'ની રિમેક બનાવવાની ઘોષણા પર નારાજગી વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details