ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શ્રદ્ધા કપૂર 'ચાલબાઝ ઈન લંડન'માં ડબલ રોલમાં જોવા મળશે - પેપર-ડોલ એન્ટરટેઈનમેન્ટ

શ્રદ્ધા કપૂર રોમેન્ટિક-કોમેડી 'ચાલબાઝ ઈન લંડન'માં તેની કારકીર્દિની પ્રથમ ડબલ રોલ ફિલ્મના પડકારને લેવા માટે ઉત્સાહિત છે. પંકજ પરાશરે ફિલ્મ પર ધ્યાન દોરતા કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, શ્રદ્ધા કપૂર કોમેડીમાં ડબલ રોલ સાથે સારુ કામ કરી શકશે.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

By

Published : Apr 4, 2021, 3:54 PM IST

  • શ્રીદેવીની ચાલબાઝની રિમેક હોય શકે છે 'ચાલબાઝ ઈન લંડન'
  • પેપર-ડોલ એન્ટરટેઈનમેન્ટ અને ટી-સીરીઝનું સંયુક્ત નિર્માણ
  • પ્રથમ ડબલ રોલ ભૂમિકાના પડકારને લઈને રોમાંચિત છે શ્રદ્ધા કપૂર

મુંબઈ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની આગામી રોમેન્ટિક-કોમેડી 'ચાલબાઝ ઈન લંડન'માં અભિનય કરશે, જેમાં પંકજ પરાશર દિગ્દર્શિક છે, જેણે 1989માં શ્રીદેવીની ક્લાસિક ચલબાઝનું પણ દિગ્દર્શિન કર્યુ હતું. આ ફિલ્મ ભૂષણ કુમાર અને ક્રિશન કુમારના ટી-સીરીઝ બેનરની છે, ડિરેક્ટર અહેમદ ખાન અને શાયરા ખાનના પેપર-ડોલ એન્ટરટેઈનમેન્ટનું સંયુક્ત નિર્માણ છે.'ચાલબાઝ ઈન લંડન' એ શ્રીદેવીની 1989માં આવેલી ડબલ રોલ ફિલ્મ ચાલબાઝની રિમેક છે કે નહિં તે હજુ અસ્પષ્ટ છે.

આ પણ વાંચો:’સ્ટ્રીટ ડાન્સર 3ડી’ ફિલ્મનું ‘ઈલ્લિગલ વેપન 2.0’ ડાન્સ બેટલ ગીત થયું રીલિઝ

શ્રદ્ધા તેના ડબલ રોલ માટે ઉત્સાહિત છે

શ્રદ્ધા કપૂરે કહ્યું કે, તે તેની કારકિર્દીની પ્રથમ ડબલ રોલ ભૂમિકાના પડકારને લઈને રોમાંચિત છે. "જો કે, મારી ઉપર એક મોટી જવાબદારી છે, મને ખુશી છે કે ભૂષણ સર અને અહેમદ સરને લાગે છે કે હું તેને નિભાવી શકું એમ છું. ઉપરાંત, મારા માટે પેપર-ડોલ એન્ટરટેઈનમેન્ટમાં પંકજ સર સાથે કામ કરવાની આ એક ઉત્તમ તક અને શીખવાનો અનુભવ છે.

આ પણ વાંચો:'સાહો' ની ધમાકેદાર ઓપનિંગ, જાણો કેટલા કરોડની કરી કમાણી...

ફિલ્મના દિગ્દર્શકને શ્રદ્ધા પર વિશ્વાસ છે

પરાશરે 1985ની લોકપ્રિય ટીવી સિરીઝ કરમચંદમાં કામ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, શ્રદ્ધા કપૂર કોમેડીમાં ડબલ રોલ સાથે સારુ કામ કરી શકશે. "મારા માટે, 'ચાલબાઝ ઈન લંડન' જેવી ફિલ્મ માટે શ્રદ્ધા કરતા સારો આપ્શન કોઈ નથી. મારી દીર્ઘદ્રષ્ટી પર વિશ્વાસ રાખવા બદલ હું ભૂષણ કુમાર અને અહેમદ ખાનનો પણ આભાર માનું છું. હું આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાની ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યો છું."

ABOUT THE AUTHOR

...view details