મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ શમ્સ નવાબ સિદ્દીકી પર જાતીય સતામણીના આરોપો પર બોલવાનો ઇનકાર કરી દીધો છે.
જ્યારે 'ગેંગ્સ ઑફ વાસેપુર' અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, 'તમારી ચિંતા બદલ આભાર, પરંતુ હું આના પર કોઈ ટિપ્પણી નહીં કરી શકું.'
તાજેતરમાં જ નવાઝુદ્દીનની ભત્રીજીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તેણી માત્ર 9 વર્ષની હતી ત્યારે તેના ભાઇએ તેનું યૌન શોષણ કર્યું હતું.