ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારી લોકડાઉનમાં શીખ્યા કુકિંગ, શેર કર્યો અનુભવ

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારી ક્યારેય પોતાના પ્રિય કામ લેખનથી દૂર રહ્યા નથી, પરંતુ લોકડાઉનના આ સમયે વધુ મુક્ત સમય હોવાના કારણે તે રસોઈમાં પણ હાથ અજમાવી રહ્યા છે અને આ દરમિયાન તેમને સમજાયું કે તેમને રસોઈથી પણ ખુશી મળે છે.

Nitesh tiwari, Etv Bharat
Nitesh tiwari

By

Published : May 25, 2020, 8:46 PM IST

મુંબઇ: ફિલ્મ નિર્માતા નિતેશ તિવારી ક્યારેય પોતાના પ્રિય કામ લેખનથી દૂર રહ્યા નથી, પરંતુ લોકડાઉનના આ સમયે વધુ મુક્ત સમય હોવાના કારણે તે રસોઈમાં પણ હાથ અજમાવી રહ્યા છે અને આ દરમિયાન તેમને સમજાયું કે તેમને રસોઈથી પણ ખુશી મળે છે.

દંગલ ફિલ્મના નિર્દેશકે જણાવ્યું કે, હું રસોઇ શીખ્યો છું. તે એક આવશ્યકતા તરીકે શરૂ થયું, પરંતુ હવે મે તેનો આનંદ માણવાનું શરૂ કર્યુ છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે બાળકોમાં નુક્સ કાઢયા સિવાય હું રસોઈ પણ બનાવીશ. હવે તેમને પણ મારા હાથની રસોઈ પસંદ આવી રહી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે રસોઈ મને ખુશ કરી શકે છે. "

વધુમાં તેમણે કહ્યું કે, હવે મને સમજાઈ છે કે રસોઈ બનાવતી વખતે માતાઓને કેટલી ખુશી મળતી હશે, કારણ કે તેમને પોતાના બાળકોને તેમના હાથનું બનાવેલું ભોજન ખાતા જોઈને આનંદ થાય છે. મને પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે.

તિવારીએ વધુમાં ઉમેર્યુ કે, એક વસ્તુ એવી છે જેમાંથી મે બ્રેક લીધો નથી, એ છે લેખન. જેના મને ખુબ ખુશી છે કે મારા કામને ચાલુ રાખવાના ઉપાયો શોધવા સમર્થ રહ્યો છું. સામાન્ય રિતે મને મારી ટીમ સાથે લખવું પસંદ છે, પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય નહોતું લાગતું. પરંતુ તેનો ઉપાય એ શોધ્યો કે અમે વીડિયો કોલના માધ્યમથી લખવાનું શરૂ રાખ્યું.

આ સાથે નિતેશે લોકડાઉન દરમિયાન કોન બનેગા કરોડપતિ ના નવા કૈમ્પેન પર પણ કામ શરૂ કર્યુ છે, કોવિડ 19ની મહામારીને ધ્યાનમાં રાખી તેને ઘર પર જ ફિલ્માવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details