હૈદરાબાદ: ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામત લિવર સિરોસિસ નામની બીમારીથી પીડિત છે. આ રોગને લીધે તે છેલ્લા 10 દિવસથી હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવાયુ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને લાંબા સમયથી લીવર સિરોસિસની સમસ્યા હતી, જે ફરી એકવાર વધી ગઈ છે. જેને કારણે નિશીકાંતને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેઓ આઈસીયુમાં ક્રિટિકલ કન્ડિશનમાં છે.
નિશીકાંતે દિગ્દર્શક તરીકેની ફિલ્મી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ 'ડોમ્બિવલી ફાસ્ટ' થી કરી હતી. આ સિવાય તેમણે રિતેશ દેશમુખ અને રાધિકા આપ્ટે સાથે હિટ ફિલ્મ 'લય ભારી' અને 'ફૂગે' નું દિગ્દર્શન કર્યું હતું. મરાઠી ફિલ્મ 'સતાચ્ય આત ઘરી' લખેન ઉપરાંત આ ફિલ્મમાં તેણે અભિનય પણ કર્યો છે.