મુંબઇઃ પ્રિયંકા ચોપરાના પતિ અને પૉપ સ્ટાર નિક જોનસ ગ્રેમી ઍવોર્ડ્સમાં સામેલ થયા હતા. જ્યાં નિકે પર્ફોમ પણ કર્યું હતું. આ પર્ફોર્મન્સ દરમિયાનના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ વાઇરલ થઇ રહ્યા છે. એવા જ એક વીડિયોમાં નિક જોનસનો ક્લોઝઅપ છે, જેમાં તેના દાંતોમાં કંઇક ફસાયેલું જોવા મળે છે.
ગ્રેમીમાં જોનાસ બ્રધર્સ કેવિન, જો અને નિકે એક નવું સોન્ગ 'ફાઇવ મોર મીનિટ્સ', સાથે જ 'વ્હાઇટ એ મેન ગોટ્ટા ડૂ' ગાયું હતું. આ દરમિયાનના વીડિયોમાં દાંતોમાં કંઇક ફસાયું હોવાથી નિક સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, 'નિક... પોતાના દાંતોમાં પાલકની સાથે... શોમાં આ મારો ખૂબ જ પસંદનો ભાગ છે.'
અન્ય એક યુઝરે કહ્યું કે, 'નિક અને પોપેયની વચ્ચે શું સરખુ છે? બંનેને પાલક પ્રતિ પ્રેમ બતાવવામાં ગર્વ છે.'