જ્યારે હોલીવુડ સ્ટાર પોતાની એનર્જી ફુલ ડાંસ સાથે આ સોન્ગ પર ડાંસ કરી રહ્યા છે, તેમની પત્ની પ્રિયંકા ચોપડા પણ તેમના બોલીવુડ સ્ટેપને પસંદ કરે છે. પ્રિયંકાએ પરિણીતિની આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી હતી. નિક જોનસ હાલમાં તેના બને ભાઈઓ જો અને કેવિન સાથે હેપ્પીનેસ બેગિસના પ્રવાસથી ખુશ છે.
બોલીવુડ બીટ્સ પર નીકનો દેશી અંદાજ, ડાંસ મૂવ્સ જોઈ ફેન્સ થયા દિવાના - nick jonas dance video
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર બહેન પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસનો એક વીડિયો શેયર કર્યો છે. જેમાં નિક પરિણીતિની ફિલ્મ 'જબરિયા જોડી'ના સોન્ગ 'ખડકે ગ્લાસી' પર દિલ ખોલીને ડાંસ કરી રહ્યા છે.

Etv Bharat
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'જબરીયા જોડી'માં જોવા મળી હતી. અભિનેતાએ હાલમાં જ હોલીવુડની ફિલ્મ 'ધિ ગર્લ ઓન ધિ ટ્રેન' ના હિન્દી રિમેકનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. પરિણીતિ 'ભૂજ': ધ પ્રાઈડ ઓફ ઈંડિયા' અને 'સંદિપ ઓર પિંકી ફરાર' માં પણ જોવા મળશે.
TAGGED:
nick jonas dance video