ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તનાજી ધ અનસંગ વૉરિયરનું નવું ટીઝર રીલિઝ - New teaser release

મુંબઈ : અભિનેતા અજય દેવગણ તેમની આગામી ફિલ્મ 'તનાજી ધ અનસંગ વોરિયર' નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેનું ટ્રેલર 19 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

etv bharat

By

Published : Nov 18, 2019, 6:00 AM IST

અજય દેવગણે તેમની આગામી ફિલ્મ પીરિયડ ડ્રામા તનાજી ધ અનસંગ વોરિયરનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.આ ફિલ્મ બોલીવુડમાં અજયની કારકિર્દીની 100મી ફિલ્મ છે.

આ ફિલ્મમાં લાંબા સમયગાળા બાદ કાજોલ અને અજય દેવગણ મોટા પડદા પર એક સાથે જોવા મળશે. એટલું જ નહીં, અજય અને સૈફ અલી ખાનની જોડી પણ આ ફિલ્મમાં જોવા મળશે. 'તનાજી' 2020ની મોસ્ટ અવેટિડ ફિલ્મ છે.આ ફિલ્મની પટકથા સિંહગઢના યુદ્ધ પર આધારિત છે.

અજય દેવગને ટ્રલેર પહેલા આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતાં અજય દેવગણે લખ્યું કે, રિશ્તો કા ફર્જ... યા મિટ્ટી કા કર્જ''તનાજી: ધ અનસંગ વોરિયર'.

અજય દેવગણના ફેન આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રીલિઝ થશે. અને ટ્રેલર 19 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ટ્રેલરના રિલીઝ પહેલા અજય દેવગણે તમામ પાત્રોનો પ્રથમ લુક શેર કર્યો છે. પરંતુ કાજોલનો લુક હજી પણ સામે આવ્યો નથી. ફિલ્મમાં સૈફ ઉપરાંત અજય અને કાજોલ, શરદ કેલકર, લ્યૂકન કૈન અને પદ્માવતી રાવ જોવા મળશે.

અજય દેવગણની ફિલ્મ 'તનાજી: ધ અનસંગ વોરિયર' બૉકિસ ઓફિસ પર દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક સાથે ટકરાશે.

ABOUT THE AUTHOR

...view details