- પ્રાચીન ભજન 'આત્માની ઓળખ'ને નવા સંગીત સાથે યુવાનોમાં મળી નવી ઓળખ
- મલ્હાર ઠાકર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા રજૂ કરાયું છે આ ગીત
- જીગર ચૌહાણ અને રાહુલ મુંજારિયાએ જીવંત કર્યું પ્રાચીન ભજન આત્માની ઓળખ
ન્યૂઝ ડેસ્ક : યુવાઓમાં લોકપ્રિય એવા ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીએ રજૂ કરેલું ગીત 'આત્માની ઓળખ' તાજેતરમાં જ લોન્ચ થયું છે. ગીતકાર રાહુલ મુંજારિયાએ પોતાના સંગીતથી, મલ્હાર ઠાકર જેવા પરિપક્વ અભિનેતાએ પોતાના અભિનયથી અને સાંત્વનીના મધુર અવાજે આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે.
મીરાબાઈએ પણ આ ભજન પ્રસ્તુત કર્યું હોવાની લોકવાયિકા
'આત્માની ઓળખ' પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મિરાબાઈએ પણ આ ગીતને પ્રસ્તુત કર્યુ હોવાની લોકવાયિકા છે. 84 લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” જેવા અનેક વિષયો આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ લોકપ્રિય
આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોકપ્રિય બની રહ્યું છે. સંગીતકાર રાહુલ મુંજારિયાએ પોતાના સંગીતથી, મલ્હાર ઠાકર જેવા પરિપક્વ અભિનેતાએ પોતાના અભિનયથી અને સાંત્વનીના મધુર અવાજે આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન (Folk Fusion) ગીતોથી લોકપ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદીએ આ ગીતને પૂરતો ન્યાય આપ્યો છે. આ ગીતનું ફિલ્માંકન ઝીઝુંવાડા ગામમાં કરવામાં આવ્યું હતું. જ્યાંના લોકોનો પણ ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો.