ફિલ્મ રિવ્યુઅર અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર પર આ પોસ્ટર શેર કર્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, " #શકુંતલા દેવીના રુપમાં વિદ્યા બાલન ... ગણિતની પ્રતિભાના જીવન પર આધારીત, 'માનવ કમ્પ્યુટર'-શકુંતલા દેવી, કૉ-સ્ટાર સાન્યા મલ્હોત્રા, અનુ મેનન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2020માં રીલિઝ થશે. "
શકુંતલા દેવીનું બીજું મોશન પોસ્ટર રિલીઝ, ગણિતના આંકડાઓ સાથે જોવા મળી વિદ્યા બાલન - વિદ્યા બાલનની નવી ફિલ્મ
મુંબઇ: વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ 'શકુંતલા દેવી - માનવ કમ્પ્યુટર' નું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. જેમાં અભિનેત્રી અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

vidhya
હાલમાં જ વિદ્યાએ ટ્વિટર પર આ ફિલ્મનો લુક શેર કર્યો હતો. પોસ્ટરમાં વિદ્યા લાલ સાડીમાં પોઝ આપી રહી છે, તેના ટૂંકા વાળ અને રાઉન્ડ બિંદી છે. લુક શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'રોજ એક્સાઇટમેન્ટ વધી રહી છે! મેથેમેટિકલ જીનિયલ શકુંતલા દેવીના રુપમાં જવાનો સમય આવી ગયો છે. શૂટિંગ શરૂ થઇ ગયું છે.
આ ફિલ્મ ડાયરેક્ટર મેનન સાથે નયનિકા મહેતાની સાથે મળીને લખ્યું છે અને તેના ડાયલોગ્સ ઇશિતા મોઇત્રાએ લખ્યા છે. આ ફિલ્મ 2020ના ગરમીમાં રિલીઝ થશે.