મુંબઈ: 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો દેશની રાજધાની દિલ્હી સાથે કનેક્શન રહ્યું છે. દિલ્હીના અશોક વિહાર ફેઝ 3 વિસ્તારમાં આવેલી કુલાચી હંસરાજ મોડેલ સ્કૂલના સુશાંત સિંહ રાજપૂતે 11 અને 12માં ધોરણનો અભ્યાસ કર્યો છે. 2001 થી 2003 સુધી સુશાંતસિંહ રાજપૂતે આ શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સુશાંતસિંહ રાજપૂત શાળામાં ખૂબ જ એક્ટિવ વિદ્યાર્થી હતા. સામાજિક પ્રવૃત્તિઓ અને ડ્રામામાં હંમેશા પાર્ટીસિપેટ કરતો હતો.
સુશાંતસિંહ રાજપૂતના અચાનક અવસાન પર બોલિવૂડ જગતમાં શોક છવાયો - Bollywood shocked after sushant sinh rajput death
આજની સવાર બોલિવૂડ માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઇને આવી હતી. પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સવારે તેમના ઘરે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેની કારકિર્દીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો અને આવી સ્થિતિમાં અચાનક આત્મહત્યા કર્યાના સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક છે. સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક અવસાન બાદ ટ્વિટર પર વડાપ્રધાન મોદીથી લઇને બોલીવુડના તમામ કલાકારોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
સુશાંતસિંહ રાજપૂતના અચાનક અવસાન પર બોલિવૂડજગતમાં શોક છવાયો
સુશાંત સિંહ રાજપૂત હંમેશા તેની શાળા સાથે સંકળાયેલા રહ્યા અને ફિલ્મના પ્રમોશન માટે શાળાએ પણ આવતા હતા.આ ઉપરાંત, શાળાના વાર્ષિક કાર્યક્રમમાં સુશાંતસિંહ રાજપૂત ઘણી વખત શાળાએ આવ્યા હતા. 4 વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂત તેમની આખી ટીમ અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ફિલ્મ ‘મહેન્દ્ર સિંહ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ના પ્રમોશન માટે પોતાની સ્કૂલમાં ગયા હતા.