મુંબઇ: વર્ષ 2009માં રીલિઝ થયેલી ફિલ્મ 'દિલ્હી-6'નું ગીત 'મસકલી' ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. જેને ફરી એકવાર રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીત પહેલા સોનમ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું હતું.
આ ગીતમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા જોવા મળે છે. પરંતુ લોકોને આ ગીત 'દિલ્હી 6'ના ગીતની સરખાણીએ પંસદ આવી રહ્યું નથી.
આ ગીતનું નવુ વર્ઝન બનાવનાર તનિષ્ક બગીચ પર લોકોએ ટીપ્પણી કરી હતી. જેમાં કેટલાંક લોકોએ આ ગીતને કોરોના વાઈરસ કરતા પણ વધુ જોખમી ગણાવ્યું હતું. તેની સાથે કેટલાંક રમૂજી મીમ્સ પણ વાઈરલ થયા હતા.
નોંધનીય છે કે,આ ગીત તુલસીકુમારે અને સચેત ટંડન દ્વારા ગવાયું હતું. જ્યારે મૂળ ગીત મોહિત ચૌહાણે ગાયુ હતું અને સંગીત એ.આર. રહેમાન દ્વારા તૈયાર કરાયું હતું. જેને પ્રસૂન જોશીએ લખ્યું હતું.