ગુજરાત

gujarat

ETV Bharat / sitara

2020માં નેટફ્લિક્સ બોલીવૂડના આ ચાર દિગ્ગજ સાથે કરશે કામ - Bollywood news

મુંબઈઃ ડિજીટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ભારતમાં વિવિધ પ્રકારના અનેક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યું છે. નેટફ્લિક્સ બોલીવૂડના ટોપના ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકો જેવા કે અનુરાગ કશ્યપ, કરણ જોહર, દિબાકર બેનર્જી અને વિક્રમાદિત્ય મોટવાને સાથે કામ કરવા જઈ રહ્યું છે.

bollywood
bollywood

By

Published : Jan 16, 2020, 11:09 PM IST

Updated : Jan 16, 2020, 11:32 PM IST

નેટફ્લિક્સે જાહેરાત કરી છે કે, તે બોલીવૂડના ફિલ્મ નિર્માતા કરણ જોહર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનર્જી સાથે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં મનોરંજન કાર્યક્રમ જેવા કે ડ્રામા, રહસ્યમ સીરિઝ સામેલ છે.

નેટફ્લિક્સની આગામી ફિલ્મ 'ચોક્ડ’ને અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે. આ ફિલ્મ એક નિરાધાર બેન્ક કેશિયર પર આધારિત છે. જેમાં તેને રસોડામાંથી અઢળક પૈસા મળી આવે છે અને ત્યાર બાદ તેનું જીવન બદલાઈ જાય છે. આ ફિલ્મમાં સૈયામી ખેર અને રોશન મેથ્યુ લીડ રોલમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ અંગે અનુરાગ કશ્યપે જણાવ્યું કે, નેટફ્લિક્સ સાથે કામ કરવાનો મને આનંદ છે. હું તેમની સાથે કામ કરવા મારી જાતને સક્ષમ માનું છું. આ સાથે જ હું મારી ક્રિએટિવિટીમાં વધારો કરી શકીશ.

જ્યારે 'એકે વર્સીજ એકે' ફિલ્મ વિક્રમાદિત્ય મોટવાને દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. જેમાં અનિલ કપુર અને અનુરાગ કશ્યપ એકસાથે જોવા મળશે. દિબાકર બેનર્જી 'ફ્રીડમ' નામની ફિલ્મનું નિર્દેશન કરશે. જેમાં નસીરુદ્દીન શાહ, મનીષા કોઈરાલા, હુમા કુરેશી, કલ્કી કોચેલિન, દિવ્યા દત્તા, ઝોયા હુસેન, શશાંક અરોરા અને નીરજ કબી જોવા મળશે.

આ સિવાયનો એક પ્રોજેક્ટ કરણ જોહરના પ્રોડક્શન હેઠળ કામ કરી રહ્યો છે. જે ચાર ફિલ્મોનો એક કાવ્યસંગ્રહ છે. જે ફિલ્મમાં સંબંધો અને તેમની મુશ્કેલીઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મમાં શેફાલી શાહ, માનવ કૌલ, નુસરત ભરૂચા, ફાતિમા ,સના શેખ અને જયદીપ આહલાવત સામેલ છે.

Last Updated : Jan 16, 2020, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details