ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેટફ્લિક્સ પર રજૂ થશે મિશેલ ઓબામાની ડોક્યુમેન્ટ્રી

અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ તેના ટ્વિટર હેન્ડલ પર આગામી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી 'બિકમિંગ'નું ટ્રેલર શેર કર્યું છે. જે તેમના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં મિશેલ ઓબામાના બાળપણથી અત્યાર સુધીના જીવનની વાતો કહેવામાં આવશે.

નેટફ્લિક્સ પર રજૂ થશે મિશેલ ઓબામાની ડોક્યુમેન્ટ્રી
નેટફ્લિક્સ પર રજૂ થશે મિશેલ ઓબામાની ડોક્યુમેન્ટ્રી

By

Published : May 5, 2020, 10:58 AM IST

વૉશિંગ્ટન: અમેરિકાના ભુતપૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ પોતાની આગામી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી 'બિકમિંગ'ની એક ઝલક શેર કરતા કહ્યું કે, 'આ હું જ છું, પહેલીવાર અનપ્લગ્ડ.'

56 વર્ષીય વર્લ્ડ આઈકને તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમનું જીવનની ઝલક બતાવવામાં આવી છે. તેમના બાળપણથી લઈને આજનાં તબક્કા સુધી, વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તેણી તેના શાળા જીવનના અનુભવો, મુશ્કેલીઓ અને પડકારો વિશે વાત કરી રહી છે.

મિશેલે ટ્વિટ કરી કહ્યું કે, "આ ફિલ્મ મારી વાર્તા કહે છે, શિકાગોમાં વીતેલું મારૂ બાળપણથી આજ સુધીનું જીવન, અને આ જીવન પ્રવાસમાં મને મળેલા વ્યક્તિઓની વાર્તા પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે.

આ ડોક્યુમેન્ટરી 6 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશેે.

ABOUT THE AUTHOR

...view details