મુંબઇ: નેહા કક્કડનું કેહવું છે કે ગાયકોને તેમના કામ માટે પૈસા મળે છે, પરંતુ આ દિવસોમાં જરૂરી છે કે તે સામે દેખાઇ પણ શકે. તેમનું જાહેરમાં દેખાવું ખૂબજ મહત્વપૂર્ણ છે. સિંગરોને ચુકવણી અંગે નેહાએ આઈએએનએસને કહ્યું, કે "સિંગર જ્યાં પણ જાય છે ત્યાં તેમને તેનો ક્રેડિટ મળે છે, પરંતુ આ સમયે તે જરૂરી થઇ ગયું છે કે તે દેખાય પણ."
સિંગરે પણ લોકો સામે આવું જોઇએ, તે મહત્વપૂર્ણ છે: નેહા કકકડ - નેહા કકકડ આલ્બમ સોંગ
સિંગર નેહા કક્કડનું કહેવું છે કે આજના યુગમાં સોશિયલ મીડિયાનું મહત્વ ઘણું વધી ગયું છે. કોઇ પણ સિંગરના માટે આ દિવસોમાં સામે દેખાય તે પણ જરૂરી છે.તે જ્યાં પણ જાય છે. તેમને તેની ક્રેડિટ મળે છે. પરંતુ આજના સમયમાં સારી ઓળખ બનાવવા માટે દેખાવવું પણ મહત્વપૂર્ણ છે.
સિંગરોનું દેખાવુ જરૂરી છે : નેહા કકકડ
'ગર્મી' હિટમેકરનું કહેવું છે કે સિગંરોને એ નથી ખબર હોતી કે જો તે દેખાતા નથી તો તે ઓળખી પણ શકતા નથી. તેમણે આગળ કહ્યુ કે "જ્યારે લોકો તમને ન જોતા હોય, ત્યારે તેઓ તમને ઓળખતા પણ નથી. તેથી સિંગરોને દેખાવવુ ખૂબજ મહત્વપૂર્ણ બની ગયું છે. જયા સુધી સિંગર જ્યાં જાય છે ત્યાં તેમને ચોક્કસપણે તેની ચૂકવણી મળે છે. પરંતુ, હવે સોશિયલ મીડિયા ખૂબ મહત્વનું છે. "