ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલ્હીસ્થિત ગુરૂદ્વારામાં થયા 'નેહુ દા વ્યાહ', તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ - ગુરૂદ્વારામાં થયા નેહા કક્કડના લગ્ન

બોલીવૂડ સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે દિલ્હીના એક ગુરૂદ્વારામાં ધાર્મિક રીત-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. જેની તસવીરો અને વીડિયો સોશીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

દિલ્હીસ્થિત ગુરૂદ્વારામાં થયા 'નેહુ દા વ્યાહ', તસવીરો સોશીયલ મીડિયામાં થઇ વાઇરલ
દિલ્હીસ્થિત ગુરૂદ્વારામાં થયા 'નેહુ દા વ્યાહ', તસવીરો સોશીયલ મીડિયામાં થઇ વાઇરલ

By

Published : Oct 25, 2020, 1:17 PM IST

  • દિલ્હીના ગુરૂદ્વારામાં થયા 'નેહુ દા વ્યાહ'
  • ભાઇ ટોની કક્કરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: બોલીવૂડની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે દિલ્હી સ્થિત એક ગુરૂદ્વારામાં તમામ ધાર્મિક રીત-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરો તેમજ સ્નેપશૉટની ક્લિપમાં નેહા અને રોહનપ્રીત ગુરૂદ્વારામાં આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે.

નેહાએ પીચ કલરનો લહેંગો જ્યારે રોહનપ્રીત મેચિંગ કુર્તો અને પાઘડીમાં દેખાઇ રહ્યા છે. નેહાના ભાઇ તેમજ સંગીતકાર ટોની કક્કરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ ક્લિપમાં લગ્નમાં આવેલા મહેમાનો ઢોલ બીટ્સ પર નાચતા જોવા મળી રહ્યા છે.

એક દિવસ પહેલા જ નેહાએ તેની મહેંદી તથા હલદી સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી હતી. નેહા અને રોહનપ્રીતે હાલમાં જ તેમનો મ્યુઝિક વીડિયો 'નેહુ દા વ્યાહ' રીલિઝ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details