નેહાનું નવું ગીત રિલિઝ, સેટ પર થઈ હતી ઈમોશનલ - નેહા કક્કડ ન્યુઝ
નેહા કક્કડ અને જાનીનું એક નવું વીડિયો સોંગ 'જિનકે લિયો' રિલિઝ થયું છે. ગીતમાં પ્રેમમાં મળેલા દગાની વાત છે. આ જાનીનું આલ્બમનું બીજું ગીત છે. આ પહેલા 'પછતાઓગે' રિલિઝ થયું હતું.
Neha Kakkar
મુંબઈ: ટીવી શૉ પર ઘણીવાર નેહા કક્કડને ભાવુક થતી જોવામાં આવી છે. ત્યારે સિંગર નેહા કક્કરડ તેના નવા ગીત 'જિનકે લિયે'ના શૂટિંગ વખતે રડી પડી હતી. આ વીડિયોમાં નેહા અને જાનીને એક પરિણીત યુગલ તરીકે બતાવવામાં આવ્યા છે, જેઓ તેમના જીવનના મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. નેહા કોઈને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલમાં આદિત્ય નારાયણ સાથેના તેના બનાવટી લગ્નએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તે બંને ઘણા સમયથી ચર્ચામાં હતા.