ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેહાએ સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો શેર, કેપ્શનમાં લખ્યું કે... - નેહા કક્કર સગાઈ વીડિયો

નેહા કક્કર રાઈજિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ સાથેના રિલેશન અને લગ્નને લઈ હાલ ચર્ચામાં છે. હાલ નેહાએ તેની અને રોહનપ્રીતની સગાઈનો એક વીડિયો શેર કર્યો છે.

neha kakkar
neha kakkar

By

Published : Oct 21, 2020, 11:13 AM IST

  • નેહા કક્કરે રોહનપ્રીત સાથે કરી સગાઈ
  • સિંગરે સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો શેર
  • કેપ્શનમાં લખ્યું રોહનનું ખુબ જ પ્રેમ કરું છું

મુંબઈઃ બૉલિવુડની ફેમસ સિંગર નેહા કક્કર હાલ ખુબ જ ચર્ચામાં છે. હંમેશા પોતાના ગીતોને લઈ લાઈમલાઈટમાં રહેતી નેહા આ દિવસોમાં રાઈજિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ સાથેના રિલેશન અને લગ્નનને લઈ છવાયેલી છે.

નેહાએ સગાઈનો વીડિયો કર્યો શેર

તાજેતરમાં જ નેહાએ પોતાની સગાઈનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં નેહા પિન્ક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે રોહનપ્રીતે પણ મેચિંગ શેરવાની પહેરી છે. આ બંને કપલ ખુબ જ સરસ લાગી રહ્યાં હતાં. વીડિયોમાં નેહા અને રોહનપ્રીત એક બીજાનો હાથ પકડી ઢોલ પર ડાન્સ કરતા પણ જોવા મળે છે.

વીડિયો કેપ્શનમાં લખ્યું આવું

વીડિયો શેર કરતાં નેહાએ લખ્યું છે કે, "નેહુ ના લગ્નનો વીડિયો કાલે રિલીઝ થશે, ત્યાં સુધી મારા ફેન્સ માટે આ એક નાનુ ગિફ્ટ. આ અમારી સગાઈ સેરેમનીની એક ક્લિપ છે. હું રોહનપ્રીત અને તેના પરિવારને ખુબ જ પ્રેમ કરું છું. " આ સાથે જ નેહાએ આ ઈવેન્ટ બદલ પોતાના માતા પિતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

રોહનપ્રીતે નેહાની પોસ્ટ પર કરી કમેન્ટ

નેહાની આ પોસ્ટ પર રોહનપ્રીતે કમેન્ટ કરતાં લખ્યું છે કે, "બાબુ હું પણ તને ખુબ જ પ્રેમ કરુ છું. સૌથી સારો દિવસ અને સૌથી સારી ક્ષણ, શુક્ર મેરે રબ કા. "

સોશિયલ મીડિયામાં રોહનપ્રીત અને નેહાની સગાઈનો આ વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details