મુંબઈ: અભિનેત્રી નેહા ધુપિયાને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે. નેહા ધુપિયા હાલમાં રિયાલીટી શો રોડીઝ રિવોલ્યૂશન સીરીઝની જજ છે. આ શોમાં તેણે એક વાત કરી હતી જે બાદ ટ્રોલર્સે તેેને ટાર્ગેટ કરી છે.
ટ્રોલર્સના ટાર્ગેટ પર નેહા ધુપિયા, ક્હ્યું 5 બોયફ્રેન્ડ રાખવા એ છોકરીની ઈચ્છા - 5 બોયફ્રેન્ટ રાખવો એ છોકરીની ઇચ્છા
બોલીવૂડ અભિનેત્રી નેહા ધુપિયા ટ્વીટર પર ટ્રેન્ડમાં છે. રિયાલીટી શો રોડીઝની જજ નેહા ધુપિયાની શોમાં એક ક્લિપ વાયરલ થઈ રહી છે. ત્યાર બાદથી જ લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે.

શોના એક અપિસોડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સ્પર્ધક પોતાની ગર્લફ્રેન્ડના પાંચ અન્ય છોકરાઓ સાથે રિલેશન હોવાની વાત કરે છે. જે બાદ છોકરાએ તે છોકરીને થપ્પડ મારવાની વાત પણ સ્વીકારી હતી. વીડિયોમાં શો દરમિયાન એક સ્પર્ધકે જણાવ્યું કે, તેણે તેની મિત્રને થપ્પડ મારી હતી કારણ કે તેેને અન્ય છોકરાઓ સાથે રિલેશન રાખ્યા હતા. જે વાત સાંભળીને નેહાએ કહ્યું કે આમ કરવું એ છોકરીની પસંદ છે.
છોકરાની વાત સાંભળ્યા બાદ નેહાએ કહ્યું કે આ તમે શું બકવાસ કરી રહ્યા છો. તે એક નહીં પરતું 5 છોકરાઓ સાથે ગઇ હતી,તો સાંભળ મારી વાત આ તેની પસંદ છે તેને જેના સાથે ફરવું હોય તે ફરી શકે છે.શાયદ સમસ્યા તારી સાથે છે.જો તે તને ચીટ કરી રહી છે તો તે તારાથી ખુશ નહીં હોય.જે પણ વાત હોય પરતું તું કોઇ પણ છોકરી પર હાથ ન ઉપાડી શકે.આ વાત બાદ લોકો તેણે સોશિયલ મીડિયા પર ફર્જી નારીવીદી કહેવા લાગ્યા છે.તો લોકો તેના પર મીમ્સ પણ બનાવી રહ્યા છે.