ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નીતુ કપૂરે ઋષિ કપૂરનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખી ઇમોશનલ પોસ્ટ - ઋષિ કપૂરના નિધન બાદ

ઋષિ કપૂરના નિધન બાદથી જ તેમના ચાહકો અને તેમનો પરિવારમાં શોકમાં છે. અભિનેતાની પત્ની નીતુ કપૂરે ઋષિનો જૂનો ફોટો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં પણ લખ્યું હતું, અમારી વાર્તાનો અંત.

નીતુ કપૂરે ઋષિ કપૂરનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખી ઇમોશનલ પોસ્ટ
નીતુ કપૂરે ઋષિ કપૂરનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખી ઇમોશનલ પોસ્ટ

By

Published : May 2, 2020, 5:17 PM IST

મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું હતું. ત્યારથી, કપૂર પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવાર સિવાય બોલિવૂડ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે, બધા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તેની પત્ની નીતુ કપૂર છેલ્લા સમય સુધી તેમના પતિ સાથે રહી હતી. તે ઋષિના નિધન બાદ તેઓ ખૂબ જ દુ:ખી છે અને તેઓ તેમને ખૂબ યાદ પણ કરી રહ્યા છે. હવે નીતુ કપૂરે ઋષિનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ભાવનાત્મક કેપ્શન લખ્યું છે. તેમણે ઋષિ કપૂરનો ખુશખુશાલ ફોટો શેર કરતાં તેમણે લખ્યું, 'અમારી વાર્તાનો અંત'.

તમને જણાવી દઈએ કે, નીતુ કપૂર અને ઋષિ કપૂરની લવ સ્ટોરી ઘણી પ્રખ્યાત રહી છે. નીતુને તેના પતિના અચાનક નિધન થવા પર ખુબ જ દુ:ખ છે. આ બંનેના પ્રમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી. નીતુ અને ઋષિ પહેલીવાર ફિલ્મ 'જહરિલા ઇન્સાન' ના સેટ પર મળ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ઝગડો થતો હતો અને ત્યારબાદ બન્ને એક બીજાને પ્રેમમાં કરવા લાગ્યા ,બંને વચ્ચે પ્રમનો અતૂટ સંબંધ હતો. નીતુએ દરેક મુશ્કેલ અને ખુશ સમયમાં ઋષિને સમર્થન આપ્યું અને હવે જ્યારે ઋષિ નથી રહ્યા, ત્યારે આ સમય તેમના માટે ખૂબ જ ભારે છે.

ઋષિ છેલ્લા બે વર્ષથી કેન્સર જેવી મોટી બીમારી સામે લડી રહ્યા હતા. ન્યૂયોર્કમાં તેમની સારવાર લગભગ એક વર્ષ થઈ હતી. આ પછી તે મોટા પડદે પરત ફરવા માટે ઉત્સુક હતા. જોકે, શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે, તેમને 29 એપ્રિલની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 30 એપ્રિલની સવારે મુંબઇની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details