ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નીતુ કપૂરે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા બદલ અંબાણી પરિવારનો માન્યો આભાર - Neetu kapoor expresses gratitude to ambanis

અભિનેતા ઋષિ કપૂરના અવસાન પછીના કેટલાક દિવસો બાદ, તેમની પત્ની નીતુ કપૂરે મંગળવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી અને અંબાણી પરિવારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમારી સાથે રહેવા બદલ આભાર.

નીતુ કપૂરે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા બદલ અંબાણી પરિવારનો માન્યો આભાર
નીતુ કપૂરે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા બદલ અંબાણી પરિવારનો માન્યો આભાર

By

Published : May 5, 2020, 7:07 PM IST

મુંબઇ: દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પરિવારનો આભાર માન્યો હતો, ઇન્સ્ટાગ્રામ પર નીતુએ અંબાણી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી એક પોસ્ટ લખી હતી. પોસ્ટમાં તેમણે કહ્યું કે, 2 વર્ષ સુધી કેન્સર સાથે લડી રહેલા ઋષિનો સાથ આપાવ બદલ અંબાણી પિરવારનો આભાર.. પરિવારે ખુબ સહયોગ આપ્યો છે.

નીતુએ લખ્યું કે, "છેલ્લાં બે વર્ષ અમારા માટે ખૂબ મુશ્કેલ ભર્યા હતા...એક પરિવાર તરીકે અમે એક લાંબી યાત્રા તય કરી છે. કેટલાક સારા દિવસો હતા, કેટલાક ખરાબ દિવસો પણ હતા... તે કહેવાની જરૂર નથી.... પરંતુ અંબાણી પરિવારના પ્રેમ અને સમર્થન વિના અમે આ યાત્રા પૂર્ણ કરી શકતા ન હોત."

નીતુ આગળ લખે છે કે, "છેલ્લા કેટલાક દિવસોથી અમે અમારા વિચારોને એકત્રિત કર્યા અને તે જ સાથે અમે અંબાણી પરિવારને આભાર વ્યક્ત કરવા માટે શબ્દો શોધવાનો પ્રયત્ન પણ કર્યો, જે સત્તત આમારી સાથે જોડાઇ રહ્યા. છેલ્લા સાત મહિનામાં, કુટુંબના દરેક સભ્યોએ તેમના પ્રિય ઋષિની સંભાળ રાખવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા."

નીતુએ આગળ લખ્યું કે, "મુકેશ ભાઈ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઇશા. તમે આ લાંબી અને મુશ્કેલ મુસાફરીમાં દેવદૂત રહ્યા છો. તમારો નિસ્વાર્થ પ્રેમ, સમર્થન અને સંભાળ બદલ દિલથી આભાર માનું છું. હું પોતાની જાતને ધન્ય માનું છું કે તમે અમારા નજીકના લોકોમાં છો. "

ઋષિ કપૂરે 30 એપ્રિલે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details