મુંબઇ: નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે એરપોર્ટની અંદર ઉભેલી જોવા મળે છે. તેની સાથે તેનું બેગ પણ જોવા મળે છે. આ તસવીરને શેર કરતાં લખ્યું કે, "જ્યારે ત્રણ વખત આઈડી જોવામાં આવે ત્યારે સમજી શકાય છે કે, બેબી હજી તમે ફેમસ અને સફળ નથી થયાં."
નીના ગુપ્તાએ ઇન્સ્ટા પર તસવીર શેર કરી, જેનું કેપ્શન રમૂજી અને રસપ્રદ - ફિલ્મ કબીર ખાન નિર્દશિત '83'
નીના ગુપ્તા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ હોય છે. જેમાં તેની એકથી એક ચડિયાતી સ્ટાઇલ અને ફેશનવાળી તસવીરો જોઇ શકો છો. આ તસ્વીરોમાં કેપ્શન પણ મજેદાર હોય છે. તેણે મંગળવારના રોજ એક તસ્વીર શેર કરી હતી. જેનું કેપ્શન ખૂબ જ રમૂજી અને રસપ્રદ હતું.
નીના ગુપ્તા
આ તસવીરમાં જોઇ શકાય છે કે, નીનાએ સફેદ સલવારની સાથે વાદળી કુર્તી પહેરી છે. જેની સાથે તેણે ડેનિમ જેકેટ અને બ્લેક હેન્ડ બેગથી તેના લુકને કમ્પલીટ બનાવ્યું છે. તમને જણાવી દઇએ કે, નીના ગુપ્તાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' હાલમાં જ રિલીઝ થઇ છે. તેની આગામી ફિલ્મ કબીર ખાન નિર્દશિત '83'છે. જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે.