ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નીના ગુપ્તાના જન્મદિવસ પર સ્ટાર્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીએ સૌનો આભાર માન્યો - નીના ગુપ્તાના જન્મદિવસ પર સ્ટાર્સ પાઠવી શુભેચ્છા

અભિનેત્રી નીના ગુપ્તા ગુરૂવારે પોતાનો 60 મો જન્મદિવસ મનાવી રહી છે. નીના ગુપ્તાને ઘણા ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સે શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો અને બધી શુભેચ્છા બદલ તમામનો આભાર માન્યો હતો.

નીના ગુપ્તાના જન્મદિવસ પર સ્ટાર્સ પાઠવી શુભેચ્છા, અભિનેત્રીએ સૌનો  આભાર માન્યો
નીના ગુપ્તાના જન્મદિવસ પર સ્ટાર્સ પાઠવી શુભેચ્છા, અભિનેત્રીએ સૌનો આભાર માન્યો

By

Published : Jun 4, 2020, 10:00 PM IST

મુંબઇ: બોલીવુડની ખુબ જ જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ આજે પોતાનો 60 મો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ગંભીર માં ગંભીર રોલ થી લઈને ફની રોલ ખુબ જ સારી રીતે નીભાવેલા છે. એનું જીવન ખુબ જ ઉતાર ચડાવ વાળું રહ્યું છે.

નીના ગુપ્તાનું નામ 80 ના દશકામાં અભિનેતા આલોક નાથની સાથે જોડવામાં આવ્યું, પરતું આ બંનેનો સબંધ વધારે લાંબા સમય સુધી ન ટકી શક્યો. એટલું જ નહિ એનું નામ ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના દીકરા સાથે પણ જોડવામાં આવ્યું હતું. આ બંનેએ સાથે કામ કર્યું હતું, જે પછી આ બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા, એવું જાણવા મળે છે કે, કોઈ કારણસર આ બંને એક બીજાથી અલગ થઇ ગયા.

જયારે વેસ્ટઇન્ડીઝની ટીમ 60 ના દશકામાં ભારતીય પ્રવાસ પર આવી હતી, ત્યારે વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તાની મુલાકાત મુંબઈની એક પાર્ટીમાં થઇ હતી. તે સમયે વિવિયન પરિણીત હતો અને એના બે બાળકો પણ હતા. તે સમય દરમિયાન એ ખબર મળી હતી કે તે એની પત્નિને છોડીને ગર્લફ્રેન્ડની સાથે રહે છે.

નવા જમાનાના સુપરસ્ટાર આયુષમાન ખુરાનાએ અભિનેત્રી સાથે 'બધાઇ હો'ના પ્રમોશનનો ફોટો પોસ્ટ કર્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, "જન્મદિવસની શુભેચ્છાઓ નીનાજી."

નીનાના શ્રેષ્ઠ ઓન-સ્ક્રીન સાથી માનવામાં આવતા અભિનેતા ગજરાજ રાવે વીડિયો ક્લિપ શેર કરી અભિનેત્રીને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે.

આ બધા સ્ટાર્સ અને હજારો ચાહકોની શુભેચ્છા બાદ નીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દરેકનો આભાર મની રહી છે. ક્લિપમાં તેમની આસપાસ ઘણાં બધાં ફૂલો મૂકવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details