મુંબઇ: અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ની ચર્ચા લોકડાઉન વચ્ચે ચાલી રહી છે. આ અંગે અભિનેત્રી નીના ગુપ્તાએ તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ ફિલ્મના રોલ માટે તેને સાઇન કરાઈ હતી, પરંતુ તે પછી ત્રણ દિવસના શૂટિંગ બાદ તેણે ફિલ્મમાંથી બહાર કાઢી મૂકી હતી.
નીનાએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, તે રોહિત શેટ્ટી સાથે વાત કરવા માંગે છે. અક્ષય કુમારની ફિલ્મ "સૂર્યવંશી"માં, નીના ગુપ્તાને આ ફિલ્મમાં અક્ષયની માતાની ભૂમિકામાં ભજવવાની હતી. આ પાત્રને લઇ પર કામ પણ શરૂ થઇ ગયું હતું, પણ પછી એક દિવસ તેણે ફિલ્મથી બહાર કાઢી નાખવામાં આવ્યું હતું.