ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત કેસ : NCBએ પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને જયા શાહને મોકલ્યું સમન્સ,આજે થશે પૂછપરછ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ સતત વધી રહી છે. મંગળવારે NCBએ સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાને સમન્સ મોકલ્યું હતું. આ માહિતી એક અધિકારીએ આપી હતી.

સુશાંત કેસ
સુશાંત કેસ

By

Published : Sep 16, 2020, 7:35 AM IST

Updated : Sep 16, 2020, 12:30 PM IST

મુંબઇ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) તપાસ કરી રહ્યું છે. NCBની ટીમે સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાને બુધવારે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. NCBએ મંગળવારે એ વાતની જાણકારી આપી હતી.

અધિકારીએ જણાવ્યું કે, કેસના કેટલાક પાસાઓ પર સ્પષ્ટ જાણકારી મેળવા માટે NCBએ શ્રુતિ મોદી અને જયા સાહાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, બંનેને બુધવારે ડ્રગ કેસમાં તપાસ કરતી NCB ટીમ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. નોંધનીય છે કે, NCBએ આ કેસમાં સુશાંતની લિવ-ઇન પાર્ટનર રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત 18 લોકોની ધરપકડ કરી છે.

આ પહેલા શ્રુતિ મોદી અને જયા સાહાએ CBI સમક્ષ પોતાના નિવદેનો નોંધાવ્યા હતા. CBIની ટીમ પણ સુશાંત કેસની તપાસ કરી રહી છે. સુશાંત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને મુંબઈ પોલીસે પણ બંનેની પૂછપરછ કરી હતી.

Last Updated : Sep 16, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details