ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માને NCBનું સમન્સ, મંગળવારે સુનાવણી - ઈટીવી ભારત

NCBએ અભિનેત્રી દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશને મંગળવારે સમન્સ પાઠવ્યું છે. ધરપકડથી બચવ માટે પ્રકાશે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી 10 નવેમ્બર સુધી ટાળવામાં આવી છે.

દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માને NCBનું સમન્સ, મંગળવારે સુનાવણી
દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માને NCBનું સમન્સ, મંગળવારે સુનાવણી

By

Published : Nov 9, 2020, 2:00 PM IST

  • દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માને ફરી NCBનું સમન્સ
  • વિશેષ કોર્ટમાં આગોતરા જામીન અરજી પર 10 નવેમ્બરે સુનાવણી
  • તપાસમાં સહયોગ આપવાની શરતે રાહત આપવામાં આવી હતી

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ અભિનેત્રી દિપીકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશને ફરી એક વાર સમન્સ પાઠવ્યું છે. NCBએ કરિશ્મા પ્રકાશને મંગળવારે NCB ઓફિસમાં હાજર થવા માટે કહ્યું છે. શનિવારે મુંબઈની એક વિશેષ કોર્ટે પ્રકાશની આગોતરા જામીનની અરજી પર સુનાવણી 10 નવેમ્બર સુધી ટાળી દીધી છે. વિશેષ કોર્ટે આ મામલામાં પ્રકાશને તપાસમાં સહયોગ આપવાની શરતે રાહત આપવામાં આવી હતી. એનસીબી તેની સાથે પહેલા જ પૂછપરછ કરી ચૂકી છે. ધરપકડથી બચવા માટે તેણે આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. એનસીબીના સૂત્રો અનુસાર, કેન્દ્રિય એજન્સી દ્વારા ગયા મહિને તેના ઘરે લેવામાં આવેલી તપાસ દરમિયાન 1.7 ગ્રામ હશિશ કબજે કરવામાં આવ્યું હતું. આથી જ પ્રકાશને ફરી સમન્સ પાઠવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details