મુંબઇ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સની તપાસમાં બૉલિવૂડના મોટા નામો પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ હતા. જ્યાં દીપિકાને તેના મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે ડ્રગ્સ વિશે તેના વોટ્સએપ ચેટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સારા, શ્રદ્ધા અને રકુલને ડ્રગ્સ અને સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
સુશાંત કેસ : રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની જામીન અરજી પર આજે બોમ્બે HCમાં સુનાવણી - બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સની તપાસમાં બૉલિવૂડના મોટા નામો પર સવાલ ઉઠાવવાનું શરૂ છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહ હતા. જ્યાં દીપિકાને તેના મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે ડ્રગ્સ વિશે તેના વોટ્સએપ ચેટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સારા, શ્રદ્ધા અને રકુલને ડ્રગ્સ અને સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે કહ્યું હતું કે, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થશે. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સંબંધિત ડ્રગ્સના આરોપસર આ મહિનાની શરૂઆતમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવમાં આવી છે.
ડ્રગ્સ ઉપયોગ કરવાના આરોપમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર આગાઉ બુધવારે સુનાવણી થવાની હતી જોકે ભારે વરસાદના કારણે સુનાવણી ટળી ગઇ હતી.સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ NCB દ્વારા કરવામાં આવી રહી છે.