મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) આ કેસના તળિયે પહોંચવા માટે સતત દરોડા પાડી રહી છે.
ડ્રગ્સ મામલે રિયાએ સારા-રકુલ-સિમોનનું લીધુ નામ, NCB ટૂંક સમયમાં મોકલી શકે છે સમન્સ - એનસીબી સમન્સ રકુલ પ્રીત
એનસીબીના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તી સહિત 16 લોકોની પૂછપરછમાં અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ડિઝાઇનર સિમોન ખંબાટાનું નામ સામે આવ્યું છે.
આ કેસમાં બૉલિવૂડ ડ્રગ્સ કેસથી સંબંધિત ઘણા લોકોના નામ પણ સામે આવી રહ્યા છે. એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે, એનડીપીએસ એક્ટ હેઠળ રિયા ચક્રવર્તી સહિત 16 લોકોની પૂછપરછમાં અભિનેત્રીઓ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ડિઝાઇનર સિમોન ખંબાટાના નામ સામે આવ્યા છે, પરંતુ તેમની પૂછપરછ માટે કોઈ સમન મોકલવામાં આવ્યું નથી.
સુશાંત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં તેની મહિલા મિત્ર રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત છ લોકો 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. આ દરમિયાન એનસીબીએ સોમવારે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકના સ્કૂલના મિત્ર સૂર્યદીપ મલ્હોત્રાને પૂછપરછ માટે અટકાયત કરી હતી. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય રિયા ચક્રવર્તીની માતા સંધ્યાનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. એજન્સી તેની તપાસ કરશે કે તેના ફોન પરથી ડ્રગ્સ ખરીદવા માટે કોલ્સ અથવા મેસેજીસ આવ્યા હતા કે નહીં.