મુંબઈઃ ટેલિવિઝન સ્ટાર અને ડાન્સર સનમ જોહર અને તેની ગર્લફ્રેન્ડ અબિગૈલ પાંડેને NCB એ ફરી ડ્રગ્સ મામલે પુછપરછ કરવા નાર્કોટિક્સ કન્ટ્રોલ ઓફ બ્યુોરની ઓફિસે બોલાવ્યાં હતાં. NCBને ઘરે દરોડા દરમિયાન તેમના ઘરમાંથી થોડી માત્રામાં મારિજુઆના ડ્રગ્સ મળી આવ્યું હતું.
બુધવારે પણ NCB એ આ બંને સ્ટાર્સની પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેમજ આજે ફરી સનમ અને અબિગૈલને આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતા. તેમજ આજ રોજ વહેલી સવારે ડ્રગ્સ મામલે ફેશન ડિઝાઇનર સિમોનની પણ એનસીબી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.