મુંબઈ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તલાક માટે અરજી કરી છે, જેનું કારણ તેમને પતિ સાથેનો અણબનાવ હોવાનું જણાવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ અભિનેતા સામે ગંભીર આરોપ લગાવતા તલાક માટેનો કેસ દાખલ કર્યો છે.
અહેવાલો અનુસાર, આલિયાએ તેને જાળવણીની રકમ મેળવવા માટે નોટિસ મોકલી છે. તેમના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, અભિનેતાએ હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી, જેને 7 મેના રોજ ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
વકીલે કહ્યું કે, 'હા, એ વાત સાચી છે કે, અમે નવાઝુદ્દીન સિદ્દીકીને કાનૂની નોટિસ મોકલી છે. 7 મે, 2020 ના રોજ શ્રીમતી આલિયા સિદ્દીકી વતી નોટિસ પાઠવવામાં આવી હતી. કોવિડ -19 ને કારણે, સ્પીડ પોસ્ટ પરથી નોટિસ મોકલી શકાઈ નહોતી. જેથી ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવી હતી.
અમારી અસીલ શ્રીમતી સિદ્દીકીએ પણ વોટ્સએપ પર એક નોટિસ મોકલી છે. જોકે, સિદ્દીકીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ''