ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શમ્સ નવાજ સિદ્દીકીએ ટ્વીટ કર્યું, #rehachakraborty જેવા લોકો બ્લેકમેલ કરે છે - શમ્સુદ્દીન સિદ્દીકી

એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતના પરિવારે આરોપ લગાવી FRI દાખલ કરી છે. આવામાં મશહૂર એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીના ભાઈ શમ્સ સિદ્દીકીએ રિયા ચક્રવર્તીનું નામ લઇને ટ્વીટ કર્યું હતું. બીજાની મહેનત પર પાણી ફેરવનારા ઘણા બધા લોકો હોય છે આ ટ્વીટ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ઈશારો નવાજ પત્ની આલિયા તરફ જઈ રહ્યો છે.

શમ્સ નવાજ સિદ્દીકીએ ટ્વીટ કર્યું , #rehachakraborty જેવા લોકો
શમ્સ નવાજ સિદ્દીકીએ ટ્વીટ કર્યું , #rehachakraborty જેવા લોકો

By

Published : Jul 29, 2020, 7:28 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર સામે FRI દાખલ કરી હતી. તેના એક દિવસ બાદ આ મામલે નવાજુદ્દીન સિદ્દીકીના ભાઈ શમ્સ નવાજ સિદ્દીકીએ નિવેદન આપ્યું હતું.

શમ્સ નવાજ સિદ્દીકીએ દાવો કર્યો હતો કે, રિયા જેવા લોકો જે પૈસા માટે બીજા લોકોને બ્લેકમેલ કરે છે અને તેમને નુકસાન પહોંચાડતા હોય છે.

શમ્સ નવાબ સિદ્દીકીએ ટ્વીટ કરી લખ્યું કે, અહીંયા ઘણા બધા #rehachakraborty જેવા લોકો છે જે લોકોની મહેનત અને ઇજ્જત પર પાણી ફેરવવાનું કામ કરતા હોય છે. પૈસા અને બધું પડાવી લેનારા હોય છે પછી તે બ્લેકમેલ પર્સનલ હોય કે પછી મીડિયા દ્વારા આવા લોકો પણ હોઈ છે.

આ ટ્વીટ વિશે કહેવામાં આવે તો આ ટ્વીટ દ્વારા શમ્સ નવાબ સિદ્દીકીએ આલિયા સિદ્દીકી પર નિશાન સાધ્યુ છે.

આ પહેલા નવાઝુદ્દીનની પત્ની આલિયાએ આરોપ લગાવ્યો હતો કે, તે ગર્ભવતી થયા દરમિયાન નવાબ તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો.

આ વાતને લઇ એક એન્ટરટેનમેન્ટ બોટલ સાથે વાતચીત કરતા શમ્સે જણાવ્યું હતું. આલિયાએ આરોપ લગાવ્યો હતો કે, તે ગર્ભવતી થયા દરમિયાન નવાબ તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આરોપ ખોટો છે. નવાઝ ભાઈ ગેંગ્સ ઑફ વાસેપુરની શૂટિંગ કરી રહ્યા હતા.

પોતાના બચાવ માટે શમ્સે આલિયા વિરુદ્ધ ચાર કેસ દાખલ કર્યા હતા. શમ્સુદ્દીન સિદ્દીકીના વકીલ અદનાન શેખે આ વિશે કહ્યું હતું કે, આ કોઈ કાયદા વિનાનો દેશ નથી. અહી કોર્ટ કામ કરી રહી છે પરંતુ આલિયા સિદ્દીકીએ મહિનાઓ સુધી કોઈ પણ કોર્ટમાં કેસ કર્યો નથી. શમ્સુદ્દીન સિદ્દીકી તમામ પુરાવા સાથે તૈયાર છે. આ પુરાવા નો ઉપયોગકર્તા, તેણે તેની સામે ખંડણી, બ્લેકમેલ, માનહાનિ અને છેતરપિંડીના કેસો નોંધાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details