મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકીને તેના પત્ની આલિયા સિદ્દીકી દ્વારા ડિવોર્સ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, આ વાત જગ જાહેર છે. તે પછી આલિયાએ ટ્વિટર પર ડેબ્યૂ કર્યુ છે જેથી તે પોતાનો મુદ્દો સ્પષ્ટ રીતે રજૂ કરી શકે.
હાલ આલિયા દ્વારા મોકલાવાયેલી લીગલ નોટિસ સોશિયલ મીિડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખુલાસો થયો છે કે તેમણે ડિવોર્સ સાથે 30 કરોડ અને 4 બીએચકે ફ્લેટ પણ માંગ્યો છે. અહેવાલોમાં એવું પણ છે કે બંને બાળકો માટે 20 કરોડ એફડીની પણ માંગ કરી છે.
આલિયાએ ટ્વિટર પર આ અંગે ખુલાસો કર્યો છે કે આ બધી વાત ખોટી છે. આ સાથે જ અભિનેતા અને તેની પીઆર ટીમ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'મારા વકિલને કેટલાઈ મીડિયા હાઉસના ફોન અને મેસેજ આવી રહ્યાં છે, જેનો દાવો છે કે તેમની પાસે મે આપેલી તલાકની લિગલ નોટિસ છે. વેરિફિકેશન બાદ ખબર પડી કે તેમનીા પાસે રહેલી નોટિસની કોપી નકલી છે. આની પાછળ કોણ છે..? સ્પષ્ટ છે.. તેમની પીઆર ટિમ છે, જે તેમની ઈજ્જત બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. હવે બહુ બધુ સામે આવશે.'
આલિયાએ બીજા એક ટ્વિટમાંં કહ્યું કે, 'મીડિયા ગૃહોમાં બનાવટી કોપી ફેલાવવાનું પીઆર ટીમનું કામ છે, હું બધી મીડિયા સંસ્થાઓ અને પત્રકારોને વિનંતી કરવા માંગું છું કે જો તમને આ જેવું કંઈ મળે કે દેખાય તો કૃપા કરીને મારો સંપર્ક કરો.
નોંધનીય છે કે આલિયાએ આ અગાઉ પણ કહ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી આ સંબંધને જેલી રહી છે, જોકે તેમના વચ્ચે શરૂઆતથી જ મુશ્કેલીઓ આવતી હતી.