મુંબઈઃ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ તેમના ગામમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ખેતરમાં કામ કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતાના ફેન્સ તેમનો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ ખેતીકામ કરતો વીડિયો શેર કર્યો - નવાઝુદ્દીન સિદ્દીકી
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ તેમના ગામમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ખેતરમાં કામ કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતાના ફેન્સ તેમનો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
આ વીડિયોમાં નવાઝુદ્દીન ખેતરમાં પાણી ભરાયા બાદ હાથ પગ ધોતા જોવા મળી રહ્યાં છે. આ સમય દરમિયાન તેમણે કાળા રંગની પેન્ટ પહેરેલી છે વ્હાઇટ ટી-શર્ટ અને માથા પર કપડું બાંધ્યુ છે. કોરોના સંકટ સમયમાં નવાઝુદ્દીન તેનો સમય ઉત્તર પ્રદેશના બુધના ગામમાં વિતાવી રહ્યો છે.
અભિનેતાએ ફાર્મ પર કામ કરતા આ વીડિયોને તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, 'આજનું કામ થઈ ગયું.' અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તેના ચાહકો અને તમામ સોશ્યિલ મીડિયા યુઝર્સ નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રશંસા કરી રહ્યાં છે. આ પહેલા પણ નવાઝુદ્દીને ઘણી મુલાકાતોમાં ખુલાસો કર્યો હતો કે તેમને ખેતી પસંદ છે. અભિનેતાની ફિલ્મની વાત કરીએ તો છેલ્લી વખત તેની ફિલ્મ 'મોતીચુર ચકનાચુર' સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. જ્યારે તેમની ફિલ્મ 'ઘૂમકેતુ' હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.