દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેનારા નવાઝુદ્દીને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સન્માન પ્રાપ્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "શ્રીમાન ચાર્લ્સ હો #gratitude #sacredgames દ્વારા આંતરરાષ્ટ્રીય સિનેમામાં ફાળો આપવા બદલ સિંગાપોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં લેસ્લે હો એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ મળવો એ સન્માનની વાત છે."
'સેક્રેડ ગેમ્સ' માટે નવાઝુદ્દીનને મળ્યો લેસ્લે હો એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ
મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને શનિવારે સિંગાપોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં તેની નેટફ્લિક્સ એમી-નોમીનેટેડ વેબસિરીઝ 'સેક્રેડ ગેમ્સ' માટે લેસ્લે હો એશિયન ફિલ્મ ટેલેન્ટ એવોર્ડ મળ્યો હતો. અભિનેતાને બેઇજિંગના બિઝનેસ ટાઇકૂન ચાર્લ્સ હો ના હસ્તે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
સિંગાપોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 21 નવેમ્બરથી શરૂ થયો હતો. જે 8 ડિસેમ્બરે સમાપ્ત થશે , આ સિવાય 'બજરંગી ભાઈજાન' સ્ટાર આ ફંક્શનમાં એક વાતચીત સત્રનું પણ આયોજન કરશે. થોડા સમય પહેલાં, સિનેમાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે કાર્ડિફ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાને ગોલ્ડન ડ્રેગન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.
હાલ નવાઝુદ્દીનની ફિલ્મ 'મોતીચુર ચકનાચૂર' રિલીઝ થઇ છે. આ દરમિયાન તેમણે તેની આગામી ફિલ્મ 'બોલે ચૂડિયાં'નું શૂટિંગ પણ શરૂ કર્યું છે. જેમાં તેમનો ભાઈ શમાસ નવાબ સિદ્દીકી પણ જોવા મળશે.