ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Sacred Games 2 માટે નવાઝુદ્દીન સિદ્દીકીના પૉલ કોએલોએ વખાણ કર્યા - 'ધ એલ્કૈમિસ્ટ'

મુબંઈ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ નેટફ્લિક્સની સીરિઝ સેક્રડ ગેમ્સની બીજી સિઝનમાં ઉમદા અભિનય કર્યો હતો. જેના વખાણ કરતાં જાણીતા નવલકથાકાર પૉલ કોએલોએ ટ્વીટ કરી નવાઝુદ્દીને ઉમદા અભિનેતા ગણાવ્યો હતો.

નવાજુદ્દીન સિદ્દીકીના પૉલ કોએલોએ વખાણ કર્યા

By

Published : Sep 15, 2019, 8:03 PM IST

કોએલોએ પોતાના ટ્વીટર પર અભિનેતાના પાત્ર અને સેક્રેડ ગેમ્સની બીજી સિઝનના વખાણ કરતાં પોસ્ટ કરી હતી.

અભિનેતાએ કોએલોની પ્રંશસાનો જવાબ આપતાં ટ્વીટર પોસ્ટ કરી હતી. નવાજુદ્દીને પોતાને કોએલોનો પ્રશંસક હોવાનું જણાવીને તેમણે અભિનેતાના અભિયનને ધ્યાનમાં લીધું, તે અંગેની ખુશી વ્યકત કરી હતી.

નવાજુદ્દીન સિદ્દીકીના પૉલ કોએલોએ વખાણ કર્યા

ગેગ્સ ઓફ વાસેપુરના અભિનેતાએ લખ્યું હતું કે, "સર, પૉલ કોએલો મેં તમારી 'ધ એલ્કૈમિસ્ટ' નામની પુસ્તક વાંચી છે અને આ નવલકથા પર આધારિત ફિલ્મ 'વેરૉનિકા ડિસાઇડેડ ટૂ ડાઈ' પણ જોઈ છે. હું તમારો મોટો ચાહક છું. તમે અમારા અભિનયને નોટિસ કર્યુ તે મારા માટે સન્માનની વાત છે. આ ખુશીને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. આભાર સર."

ABOUT THE AUTHOR

...view details