ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેશનલ એવોર્ડ વિનર વનરાજ ભાટિયાના એકાઉન્ટમાં નથી એક પણ રૂપિયો! - ફિલ્મ તમસ

મુંબઈ: વનરાજ ભાટિયાને 188માં ગોવિંદ નિહલાનીની ફિલ્મ 'તમસ' માટે બેસ્ટ મ્યૂઝિકનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. 2012માં તેમણે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના કામથી બૉલિવૂડમાં આગવી છાપ છોડનારા મ્યૂઝિક કમ્પોઝર આજે 92 વર્ષની ઉંમરે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે તેમના ખાતામાં એક પણ રૂપિયાની બચત નથી.

vanraj

By

Published : Sep 16, 2019, 5:23 PM IST

એક મેગઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે આ વાતની જાણકારી આપી હતી. વનરાજ ભાટિયાને બિમારીના સમયે મુશ્કેલી પડે છે.

ભાટિયાની ડિસ્કોગ્રાફીમાં કુંદન શાહની ફિલ્મ 'જાને ભી દો યારો', અપર્ણા સેનની '36 ચૌરંગી લેન' અને પ્રકાશ ઝાની 'હિપ હિપ હુર્રે' જેવી ફિલ્મોમાં સામેલ છે.

1974માં ફિલ્મ 'અંકુર'થી લઈને 1996ની 'સરદારી બેગમ' સુધી વનરાજ ભાટિયા ગ્રેટ ડાયરેક્ટર અને આર્ટિસ્ટ શ્યામ બેનેગલના ફેવરેટ મ્યૂઝિક કમ્પોઝર રહ્યાં છે. તે બંનેએ 'મંથમ', 'ભૂમિકા', 'જુનૂન', કલ્યુગ, મંડી, ત્રિકાલ અને સૂરજ કા સાતવા ઘોડા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. 1889માં સંગતી નાટક અકાદમી એવોર્ડના વિજેતા વનરાજ ભાટિયાએ રોયલ અકેડમી ઓફ મ્યૂઝિક, લંડનથી વેસ્ટર્ન ક્લાસિકલ મ્યૂઝિકનું શિક્ષણ મેળવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details