ગુજરાત

gujarat

ETV Bharat / sitara

49 સેલેબ્સ પર દેશદ્રોહનો કેસઃ નસીરુદ્દીન શાહ સહિત હસ્તીઓએ કહ્યું-અમારા અવાજને દબાવી શકાશે નહીં - મોબ લિંચિંગ ઘટના

મુંબઇ : અભિનેતા નસીરૂદ્દીન શાહ , સિનેમેટોગ્રાફર આનંદ પ્રધાન,ઇતિહાસકાર રોમિલા થાપર તથા કાર્યકર્તા હર્ષ મન્ડેલ સહિત સાંસ્કૃતિક સમુદાયના 180થી વધુ સભ્યો એ 49 હસ્તિઓ વિરૂદ્ધ FIR દાખલ કરી છે.ત્રણ મહિના અગાઉ અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, શુભા મુદ્દગલ તથા એક્ટ્રેસ અપર્ણા સેન સહિત 49 હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોબ લિંચિંગ ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી.

49 સેલેબ્સ પર દેશદ્રોહનો કેસ થતાં નસીરુદ્દીન શાહ સહિત હસ્તીઓએ કહ્યું ,અમારા અવાજને દબાવી શકાશે નહીં

By

Published : Oct 9, 2019, 10:08 PM IST

સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાએ બે મહિના પહેલાં દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ(CJM) સૂર્યકાંત તિવારીના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે, આ 49 હસ્તીઓને એક્ટર નસીરુદ્દીન શાહ તથા ઈતિહાસકાર રોમિલા થાપર સહિત 180થી વધુ અન્ય હસ્તીઓનું સમર્થન મળ્યું છે. તેમણે હાલમાં જ એક નવો પત્ર લખીને કહ્યું હતું કે તેમના અવાજને દબાવી શકાશે નહીં.

49 સેલેબ્સ પર દેશદ્રોહનો કેસ થતાં નસીરુદ્દીન શાહ સહિત હસ્તીઓએ કહ્યું ,અમારા અવાજને દબાવી શકાશે નહીં

180 હસ્તીઓમાં નસીરુદ્દીન શાહ તથા રોમિલા થાપર ઉપરાંત લેખિકા નયનતારા સહગલ, ડાન્સર મલ્લિકા સારાભાઈ, ગાયક ટીએમ કૃષ્ણાના નામ પણ સામેલ છે. તેમણે પત્રમાં લખ્યું છે, ‘આપણાં સાંસ્કૃતિક ક્ષેત્રના 49 સાથીઓ વિરુદ્ધ FIR એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તેમણે સમાજના સન્માનિત સભ્યો તરીકે આપણાં દેશમાં થતી મોબ લિંચિંગની ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને પોતાની ફરજ નિભાવી હતી.’ પત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે નાગરિકોનો અવાજ દબાવવા માટે અદાલતનો દુરૂપયોગ કરવો એ શોષણ નથી?કળા, સાહિત્ય તથા અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી 49 હસ્તીઓએ 23 જુલાઈના રોજ મોદીના નામે એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં મુસ્લિમ, દલિત તથા અન્ય સમુદાયો વિરુદ્ધ ભીડ દ્વારા કરાયેલી હત્યા (મોબ લિંચિંગ) પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

49 સેલેબ્સ પર દેશદ્રોહનો કેસ થતાં નસીરુદ્દીન શાહ સહિત હસ્તીઓએ કહ્યું ,અમારા અવાજને દબાવી શકાશે નહીં

ઉલ્લેખનીય છે કે મોબ લિન્ચિંગની ઘટનાઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને ચિંતા વ્યક્ત કરનાર 49થી વધુ હસ્તીઓની વિરૂદ્ધ મુઝફ્ફરપુરમાં દેશદ્રોહ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ તમામ 49 લોકોની સામે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. આ પત્ર લખનાર લોકોમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મ ડીરેકટર મણીરત્નમ, ફિલ્મ ડીરેકટર અનુરાગ કશ્યપ. ફિલ્મ ડીરેક્ટર શ્યામ બેનેગલ, અભિનેતા સૌમિત્ર ચેટર્જીનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details