ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અર્જુન રામપાલ NCBની ઓફિસ પહોંચ્યા, ડ્રગ કેસ અંગે પૂછપરછ

બૉલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ NCBની ઓફિસ પર પહોંચ્યા છે. અભિનેતાને ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરવામાં આવી હતી.

અર્જુન રામપાલ
અર્જુન રામપાલ

By

Published : Nov 13, 2020, 12:41 PM IST

  • બૉલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ NCBની ઓફિસ પહોંચ્યા
  • અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરાઇ
  • આગાઉ ડ્રગ કેસમાં ગેબ્રિએલાના ભાઈની ધરપકડ

મુંબઇ: બૉલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ NCBની ઓફિસ પર પહોંચ્યા છે. અભિનેતાને ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, ડ્રગ કેસમાં ગેબ્રિએલાના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. NCBએ રામપાલના ડ્રાઇવરની પૂછપરછ ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ્સ અને કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.

અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલા NCB દ્વારા પુછપરછ

બૉલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ NCBની ઓફિસ પર પહોંચ્યા છે. અભિનેતાને ડ્રગ્સના મામલે પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલાની 2 વાર પૂછપરછ કરવામાં આવી છે.

ગેબ્રિએલા સાથે NCB દ્વારા 11 કલાક પુછપરછ

NCBએ રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રેરિયાજના ભાઈ એગિસિલોઝની ધરપકડ કરી છે. જ્યારે એનસીબીએ એગિસિલોસના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા, ત્યાં હેશીશ અને અલ્પ્રઝોલમની ગોળીઓ મળી આવી હતી, જે નશીલા પદાર્થો માટે વપરાય છે. આ ઉપરાંત એનસીબીએ ગેબ્રિએલાને સતત બે દિવસ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પૂછપરછ 11 અને 12 નવેમ્બરના રોજ થઈ હતી.

NCB એ અર્જુન રામપાલ સાથે કરી પુછપરછ

  • આગાઉમાં અર્જુન રામપાલના બંગલા પર સર્ચ ઓપરેશન કર્યા પછી, એનસીબીએ અભિનેતા અને તેના લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલા ડિમેટ્રિયડ્સને સમન્સ મોકલ્યું હતું. બીજી તરફ, એનસીબીએ ઓસ્ટ્રેલિયન મૂળના આર્કિટેક્ટ પોલ બાર્ટલની ધરપકડ કરી છે. પોલ બાર્ટલ ડ્રગ સપ્લાયર અર્જુન રામાપલ અને તેના નજીકનો વ્યક્તિ છે.
  • બુધવારે રાત્રે NCBએ બાંદ્રામાં પોલના ઘરે દરોડો પાડ્યા હતા અને સમન્સ જારી કરીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. લગભગ 9 કલાકની પૂછપરછ પછી, પોલની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્જુન રામપાલ અને પોલ બાર્ટલને સામ-સામે પૂછપરછ કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details