પટના: અત્યારસુધી માત્ર ફિલ્મોમાં અભિનેતા નાના પાટેકરને ખેતરમાં કામ કરતા જોયા હશે, પરંતુ શનિવારે બોલીવૂડ અભિનેતા બિહાર પહોચ્યાં હતા. જ્યાં ઔંટા ગામમાં ખેડૂતની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ખેતરમાં ખેડૂતોની જેમ હળ ચલાવતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, નાનાપાટેકર CRPFના કાર્યક્રમમાં હાજરી આપવા બિહાર આવ્યા હતા.
બિહાર: અભિનેતા નાના પાટેકરે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યા અંગે માહિતી મેળવી - latestgujaratinews
ફિલ્મ અભિનેતા નાના પાટેકરે બિહારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ઔંટા ગામમાં ખેડૂતોની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી.
Nana Patekar
અભિનેતાએ ખેડૂતો સાથે મુલાકાત બાદ તેમણે બિહારના ગામોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સાચું ભારત તો ગામડામાં જ વસે છે. આ દરમિયાન તેમણે ખેતરમાં હળ ચલાવ્યું હતું અને ખેડૂતોની સમસ્યા અંગે પણ જાણકારી લીધી હતી. અભિનેતા નાના પાટેકરના આગમનની વાત સાંભળતા જ મોટી સંખ્યામાં ગામવાસીઓ અભિનેતાની એક ઝલક જોવા ઉમટી પડ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત સાથે નાના પાટેકર ઔંટા ગામની મુલાકાત લીધા બાદ ફરી CRPF કેમ્પ પરત ફર્યા હતા.