- પ્રતીક ગાંધીની અપકમિંગ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું
- મેકર્સે સત્તાવાર જાહેરાત કરી, પ્રતીકે પણ પોસ્ટ શેર કરી
- દર્શકોની ભાવનાઓને ધ્યાને રાખીને લેવામાં આવ્યો નિર્ણય
'સ્કેમ 1992' બાદ પ્રતીક ગાંધી (Pratik Gandhi) નેશનલ સ્ટાર બની ગયા છે. આ બાદ તેમની ફિલ્મ કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું 'રાવણ લીલા' (Ravan Leela).ટ્રેલરને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. લોન્ચ થયાના ત્રણ દિવસમાં ટ્રેલર 10 મિલિયન વ્યુઝને ક્રોસ કરીને હીટ થઇ રહ્યું છે. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે, પ્રતીકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. જી હા, આ બાબતે મેકર્સે ઓફિશિયલ જાહેરાત પણ કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.
ફિલ્મના ટાઇટલને લઇને લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા
ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે, 'રાવણ લીલા'નું શીર્ષક હવે ‘ભવાઈ’ (Bhavai) હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે, "દર્શકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે." ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શું કહ્યું ફિલ્મના દિગ્દર્શકે?