નવી દિલ્હી: તાજેતરમાં જ નાગીનની છઠ્ઠી સિઝનની (Naggin Season 6) શરૂઆત થઇ ગઇ છે. આ દરમિયાન તેજસ્વીએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં તેજસ્વીને સવાલ કર્યો હતો કે, નાગિન'ની વધતી લોકપ્રિયતાનું કારણ (Reason of Nagin Frenchaizy Hit) શું છે? આ સવાલના જવાબમાં તેજસ્વીએ (Bigg Boss 15 Winner) કહ્યું કે, "મને લાગે છે કે તે ખૂબ જ અલગ છે અને અલૌકીક શકિત સાથે આ સોપેરાનું સંતુલન યોગ્ય રીતે જાળવી રાખ્યું છે. જે આંખોને ખુબ જ આનંદ આપે છે. જાણો વધુ.. આ વિશે..
અભિનેત્રીએ અલૌકીક શૈલી વિશે વાત કરી
વધુમાં તેજસ્વી દરેક સિઝનની નાગીનને યાદ કરતા જણાવે છે કે, દરેક સીઝનમાં જે અભિનેત્રીઓએ નાગીનનો રોલ અદા કર્યો છે તે ખુબ જ સુંદર અને તેના તમામ ટવિસ્ટ ઉપરાંત ટર્ન ખુબ જ રસપ્રદ છે. આ બાદ અભિનેત્રી અલૌકીક શૈલી વિશે વાત કરતા કહે છે કે આ શૈલીને સાર્વત્રિક રીતે પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે તે એકદમ અલગ છે. લોકો હમેંશા કાલ્પલિક વિચાર કરી અને પછી એમ વિચારતા હોય છે કે, આ વસ્તુ હકીકતમાં હોત તો કેટલુ અદભુત હશે. લોકોની આ વાત તો આને રસપ્રદ બનાવે છે. આ માત્ર નાગીનની જ વાત નથી, પરંતુ કોઇપણ અલૌકીક શો માટે છે.