ન્યૂઝ ડેસ્ક: નાગા ચૈતન્યએ તેની પ્રથમ વેબ સિરીઝ 'દુથા' (Web Series Dudtha) માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. નાગા ચૈતન્યએ તેના ઇન્સ્ટાગ્રામમાં (Naga Chetanya Instagram) સેટ પરથી એક મોનોક્રોમ તસવીર શેર કરી કહ્યું..."એક નવી શરૂઆત'. આ તસવીર નાગા ચૈતન્યના સેટના પહેલા દિવસની છે. આમાં તે તેની સ્ક્રિપ્ટ સાથે જોવા મળી રહ્યો છે. મોનોક્રોમ તસવીર પર નાગા ચૈતન્યની સ્ક્રિપ્ટ બુકમાં ડબ્લ્યુએચ ઓડેનની એક લાઇન લખી છે.
હું અને જનતા જાણીએ છીએ: નાગા ચૈતન્ય
'દૂથા'ના પહેલા એપિસોડના ડાયલોગમાં લખ્યું છે કે 'હું અને જનતા જાણીએ છીએ કે, શાળાના તમામ બાળકો શું શીખે છે, જેની સાથે દુર્વ્યવહાર થતો હોય, બદલામાં તેઓ ખરાબ કરે છે - W.H. ઓડન'. નાગા ચૈતન્ય છેલ્લે ફિલ્મ 'બંગારાજુ'માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. હવે નાગા ચૈત્ય આગામી ફિલ્મ 'થેંક યુ' (Naga chetanya upcoming Films) માં જોવા મળશે.