મુંબઈઃ 'ગલીબોય' ફિલ્મ માટે એકટર રણવીર સિંહને બેસ્ટ એકટર ફિલ્મ ફેર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ફિલ્માં મુખ્ય ભૂમિકા ભજવવી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રણવીરે આ અવોર્ડ પોતાને નામ કર્યો છે.
અવોર્ડ મેળવ્યાના બે દિવસ પછી રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં દીપિકા પાદુકોણના હાથમાં રણવીરને મળેલો બેસ્ટ એકટરનો અવોર્ડ અને હોઠોં પર મુસ્કુરાહટ દેખાઈ છે. બંધ આંખો, ચહેરા પર મુસ્કુરાહટ અને હાથમાં ટ્રોફી સાથે દીપિકા પાદુકોણ આ ફોટોમાં ખુબ જ ક્યૂટ લાગી રહી છે.