મુંબઈ: બોલીવૂડ જગતમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મશહૂર સંગીતકાર સાજિદ-વાજિદની જોડીમાંથી વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. વાજિદ ખાનના અવસાનના સમાચારથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.
જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન, બોલીવૂડમાં શોક - sitaranews
બોલીવૂડ જગતમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મશહૂર સંગીતકાર સાજિદ-વાજિદની જોડીમાંથી વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. વાજિદ ખાનના અવસાનના સમાચારથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.
![જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન, બોલીવૂડમાં શોક etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7425667-thumbnail-3x2-qwe.jpg)
બોલીવૂડની પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડીથી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનનું રવિવારે મોડી રાત્રે નિધન થયું છે. તેના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. વાજિદ ખાનને 31 મેના રોજ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણીતા ગાયક સોનુ નિગમ અને સલીમ મર્ચંટે વાજિદ ખાનના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
સાજિદ-વાજિદની જોડીએ બોલીવૂડમાં અનેક હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સલમાન ખાનની મોટાભાગની ફિલ્મમાં સાજિદ-વાજિદનું સંગીત હોય છે. વાજિદ ખાનના નિધન પર બોલીવૂડની અનેક હસ્તીઓએ શોક પ્રગટ કર્યો છે. ગાયક રાહત ફતેહ અલી ખાન, અદનાન સામી, અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિતના કલાકારોએ શોક વ્યકત કર્યો છે.