મુંબઈ: જાતીય સતામણીના આરોપસર મુંબઈ પોલીસે બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય સામે બીજી FIR દાખલ છે. વરિષ્ઠ બેકગ્રાઉન્ડ ડાન્સરની જાતીય સતામણી કરવાનો આરોપ ગણેશ પર છે.
મંગળવારે રાષ્ટ્રીય મહિલા આયોગના મોકલવામાં આવેલા પત્રમાં એ વાત સામે આવી છે કે, ગણેશ આચાર્યએ 1990માં મહિલા સાથે જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ મહિલા કોઈક રીતે પોતાને બચાવવામાં સફળ રહી હતી. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને ગણેશ આચાર્ય વિરૂદ્ધ FIR અંગે ખબર પડી ત્યારે તેમને સમજાયું કે, તેમણે પણ પોતાની આપવીતી જણાવવી જોઈએ. મહિલાએ એ પણ ખુલાસો કર્યો કે, તે એક અન્ય વ્યક્તિને જાણતી હતી, જેની સાથે ગણેશે કંઈક આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.