ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યએ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવાની કરી માગ - MLA Amin Patel

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં આ ફિલ્મના નામ અંગે વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, આ ફિલ્મનું નામ બદલવું જોઈએ.

Gangubai Kathiawadi
Gangubai Kathiawadi

By

Published : Mar 9, 2021, 10:45 AM IST

  • 'ગંગુબાઈ કાઠિયાવાડી' વિવાદોમાં ઘેરાઈ
  • મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યએ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવાની કરી માગ
  • 'ગંગુબાઈ' 1960 ના દાયકામાં મુંબઇના રેડ-લાઇટ વિસ્તારમાં કમાઠીપુરાની સૌથી શક્તિશાળી મહિલાની વાત છે

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે સોમવારે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું નામ બદલવાની માગ કરી હતી અને દાવો કર્યો હતો કે તેનાથી કાઠિયાવાડ શહેરની છબી દૂષિત થશે. આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થવાની છે.

ફિલ્મમાં આલિયા ગંગુબાઈની ભૂમિકા ભજવી રહી છે

ફિલ્મમાં આલિયા ગંગુબાઈની ભૂમિકા ભજવી રહી છે. ગંગુબાઈ 1960 ના દાયકામાં મુંબઇના રેડ-લાઇટ વિસ્તારમાં કમાઠીપુરાની સૌથી શક્તિશાળી અને આદરણીય 'મેડમ' માંની એક હતી.

આ પણ વાંચો: 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ

મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યએ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવાની કરી માગ

અમીન પટેલે વિધાનસભાને સંબોધન કરતાં કહ્યું કે, કમાઠીપુરા વિસ્તારમાં ઘણો બદલાવ આવ્યો છે. પટેલ દક્ષિણ મુંબઈના મુંબાદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. ધારાસભ્યએ કહ્યું, ' અહીં હવે એવું નથી કે જે 1950 ના દાયકામાં હતું. ત્યાં મહિલાઓ વિવિધ વ્યવસાયમાં આગળ વધી રહી છે. આ ફિલ્મના નામથી કાઠિયાવાડ શહેરની છબી પણ બગડે છે. ફિલ્મનું નામ બદલવું જોઈએ.

આ પણ વાંચો: ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી રોમેન્ટિક દ્રશ્યો દૂર કરાયા

'ગંગુબાઈ' 1960 ના દાયકામાં મુંબઇના રેડ-લાઇટ વિસ્તારમાં કમાઠીપુરાની સૌથી શક્તિશાળી મહિલાની વાત છે

મહારાષ્ટ્રની શિવસેનાની આગેવાનીવાળી સરકારમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકારને આ મામલે દખલ કરવા તાકીદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details