- NCBની દક્ષિણ મુંબઈ ઓફિસમાં હાજર થવાની જરૂર નહીં
- પૂછપરછ માટે 72 કલાક પહેલા નોટિસ આપીને બોલાવી શકાશે
- કેસ હવે રાજધાની દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે
હૈદરાબાદ: ક્રૂઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drug Case)માં બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત (aryan khan case) આપી છે. કોર્ટે બુધવારે કહ્યું કે, આર્યન ખાને હવે દર શુક્રવારે NCB ઓફિસ (ncb office mumbai)માં હાજરી આપવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે, જો કેસમાં પૂછપરછની જરૂર હોય તો આર્યન ખાનને 72 કલાક પહેલા નોટિસ આપીને બોલાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી NCBની ટીમ હવે આ મામલે તપાસ કરી રહી છે.
દર શુક્રવારે NCB સામે હાજર થવાની જરૂર નથી
આર્યન ખાને 10 ડિસેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં ક્રૂઝ ડ્રગ્સ કેસ (cruise drug case)માં જામીન સાથે સંબંધિત શરતોમાં સુધારો કરવા માટે અપીલ કરી હતી. આર્યનની અરજીમાં કેસ સંબંધિત એ શરતે મુક્તિ આપવામાં આવી હતી કે તેણે હવે દર શુક્રવારે NCBની દક્ષિણ મુંબઈ ઓફિસમાં હાજર થવાની જરૂર નથી. આર્યનને આ છૂટ પણ તેના આધારે આપવામાં આવી છે, કારણ કે આ કેસ હવે રાજધાની દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
અરજી પર આવતા અઠવાડિયા કોર્ટમાં થઈ શકે છે સુનાવણી