મુંબઇઃ દેશના પહેલા સુપરહીરો 'શક્તિમાન'ના રૂપમાં ફેમસ મુકેશ ખન્નાએ હાલમાં જ 'મહાભારત' અને 'રામાયણ'ના ફરીથી પ્રસારણ પર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યું કે, આ લોકો માટે ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે, જેને તેના વિશે કોઇ જાણકારી નથી.
મહત્વનું છે કે, ડીડી પર પ્રસારિત થનારા મોસ્ટ પોપ્યુલ ટીવી શો 'મહાભારત'માં અભિનેતાએ પણ ભીષ્મ પિતામહની મહત્વની ભૂમિકા ભજવી હતી.
બીઆર ચોપડના 'મહાભારત'ને 21 દિવસના લૉકડાઉન દરમિયાન ડીડી નેશનલ પર પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ વિશે મુકેશ ખન્નાએ કહ્યું કે, 'મને લાગે છે કે, ફરીથી પ્રસારણ કેટલાય લોકો માટે ફાયદાકારક હશે, જેમણે પહેલા શો જોયો નથી. તેનાથી સોનાક્ષી સિન્હા જેવા લોકોને પણ મદદ મળશે જેને આપણી પૌરાણિક ગાથાઓ વિશે કોઇ જાણકારી નથી. તેના જેવા લોકો જાણતા નથી કે, હનુમાને કઇ રીતે સંજીવની આપી હતી. એક વીડિયો જે વાઇરલ થઇ રહ્યો છે, જ્યાં અમુક છોકરાઓને પૂછવામાં આવ્યું કે, કંસ કોના મામા હતા અને તેના જવાબથી સૌ ડરી ગયા હતા. અમુકે કહ્યું દુર્યોધન, બીજાએ કંઇક અલગ જ કહ્યું હતું. તેમને પૌરાણિક કથાઓ વિશે કોઇ જ જાણકારી નથી.'
તમને જણાવીએ તો સોનાક્ષીને લઇને ટ્રોલનો સિલસિલો યથાવત છે. જ્યારે અભિનેત્રી ટીવી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'માં 'રામાયણ' સાથે જોડાયેલા સરળ પ્રશ્નનો જવાબ આપી શકી ન હતી.
અભિનેત્રીને એ ખ્યાલ ન હતો કે, હનુમાન કોના માટે સંજીવની લાવ્યા હતા.
મુકેશે આગળ કહ્યું કે, 'રામાયણ અને મહાભારત' ઉપરાંત પાયાની દેખ ભાઇ દેખ, નુક્કડનું ઉદાહરણ લો. આ શો પૌરાણિક કથાઓ નથી પરંતુ તેમની પાસે સારું કંટેન્ટ હતું.