ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એમ. એસ. બિટ્ટાની જીંદગી પર બનશે ફિલ્મ, નામ હશે 'ઝિંદા શહીદ' - Jinda Shaheed

મુંબઈઃ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોર્ચાના અધ્યક્ષ મનિંગરજીત સિંહ બિટ્ટાની જીંદગી પર આધારિત એક ફિલ્મની તૈયારીઓ જોરશોરથી તૈયારી ચાલી રહી છે.

ms bitta

By

Published : May 29, 2019, 10:08 AM IST

વર્ષ 1990ના દશકમાં એક આત્મઘાતી હુમલાથી બચ્યા બાદ તે ચર્ચામાં આવી ગયા હતા. તેઓ રાજનીતિમાં પણ સામેલ થયા હતા, પરંતુ બાદમાં તેમણે રાજનીતિ છોડીને આતંકવાદીઓને સજા અપાવવા અને સૈનિકોના પરિવારની સહાય કરવા માટે પોતાની જીંદગીનું ધ્યેય બનાવી લીધું હતું.

આ ફિલ્મનું શીર્ષક છે 'ઝિંદા શહીદ', જેના પર ફિલ્મના નિર્માતા શૈલેન્દ્ર સિંહ અને પ્રિયા ગુપ્તા જલ્દી જ કામની શરૂઆત કરવાના છે. વર્ષ 2020માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

નિર્માતા શૈલેન્દ્ર સિંહે એક નિવેદનમાં કહ્યું કે, "એમ. એસ. બિટ્ટા એક જીવંત દંતકથા છે. તેમની કહાનીને બતાવવી જોઈએ જેનાથી દેશના 60 કરોડ યુવાનોને પ્રેરણા મળી શકે. અમે એમ. એસ. બિટ્ટાના આભારી છીએ કે, તેમણે તેમની વાર્તાને બતાવવા માટે અમારા પર ભરોસો કર્યો. આ ફિલ્મ બૉલીવુડ માટે એક ગેમ-ચેન્જર સાબિત થશે."

ફિલ્મની શરૂઆત કરતા પહેલા બિટ્ટા સિંહ અને ગુપ્તાએ મુંબઈમાં મંગળવારે સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લીધા છે.

ABOUT THE AUTHOR

...view details